ભરૂચ : નાતાલ પર્વની ઉજવણીનો પ્રારંભ, ખ્રિસ્તી સમાજની યોજાઇ રેલી

New Update
ભરૂચ : નાતાલ પર્વની ઉજવણીનો પ્રારંભ, ખ્રિસ્તી સમાજની યોજાઇ રેલી

ભરૂચ શહેરના

ખ્રિસ્તી સમાજમાં નાતાલ પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહયો છે. નાતાલની ઉજવણીના

ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી રેલી યોજાઇ હતી.

ભગવાન  ઈસુ ખ્રિસ્તએ  માનવ જાતિ માટે પોતાનું બલિદાન આપીને પણ

શાંતિનો સંદેશ પાઠવ્યો હતો. ભગવાન ઇસુ ખ્રિસ્તના સંદેશાને લોકો સુધી પહોંચાડવા

માટે ભરૂચમાં ખ્રિસ્તી સમુદાયના ઉપક્રમે રેલી યોજવામાં આવી હતી. રેલીમાં  બાળકો દ્વારા ઈસુ ખ્રિસ્તના જીવન પર આધારિત કૃતિઓ અને પરિધાનો સાથે જોડાયાં હતાં. આ રેલી

હોસ્ટેલ ગ્રાઉન્ડથી  નીકળી વિવિધ

વિસ્તારોમાં ફરી હતી. 

Latest Stories