• ભરૂચના નેત્રંગના બલેશ્વર ગામે આયોજન

  • આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • તારીખ 24 મેના રોજ આયોજન

  • 201 યુગલો પ્રભુતામાં માંડશે ડગ

  • આયોજન અંગે યોજાય બેઠક

ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ દ્વારા યોજાનાર સમૂહ લગ્નમહોત્સવના આયોજન અંગે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે તારીખ 24 મેના રોજ દીકરા-દીકરીઓ માટે નિશુલ્ક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે  સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ  ચંદ્રકાંત વસાવા અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મિટિંગમાં આયોજક દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. જ્યાં લગ્નવિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી.સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ ૨૦૧ યુગલો આદિવાસી પરંપરા અને રીત-રિવાજ મુજબ પ્રભુતામાં પગલા પાડવાના છે, જેને લઈને સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા આ સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી.