ભરૂચ : નારેશ્વર તરફથી આવતી હાઈવા ટ્રક બાળક ઉપર ફરી વળતાં ઘટના સ્થળે નીપજ્યું મોત

ભરૂચ : નારેશ્વર તરફથી આવતી હાઈવા ટ્રક બાળક ઉપર ફરી વળતાં ઘટના સ્થળે નીપજ્યું મોત
New Update

આજ રોજ નારેશ્વર તરફથી રેતી ભરી સાસરોદ  ગામની નવીનગરી ચોકડી પાસેથી પસાર થતી હાઈવા ટ્રકે નવી નગરીમાં રહેતાં ૬ વર્ષનાં બાળકને અડફેટે લેતા ગંભીર ઇજાઓના પગલે બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

આણંદનાં મૂળ વતની અને છ વર્ષથી સાસરોદ ગામે રહી ભરૂચ લારી પર ફ્રુટ વેચી પરિવારનું ગુજરાન ચલાવતાં ફિરોઝ ભાઈ બાબુ ભાઈ પટેલનો છોકરો ફેસલ સમી સાંજે સાસરોદ ચોકડી પર જતાં અહીંથી પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે નારેશ્વર તરફથી આવી રહેલી હાઈવા ટ્રકના ચાલકે બાળકને અડફેટમાં લઈ લેતા બાળક આગળના ભાગે ચગદાઈ ગયો હતો. અકસ્માતમાં બાળકનું ખુબજ કરૂણ રીતે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો. અકસ્માત અંગે વલણ પોલીસ જમાદાર શૈલેશ ભાઈએ ઘટના સ્થળે દોડી આવી બાળકનું પી.એમ કરી પાલેજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસે હાઈવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

#Bharuch Police #Truck Accident #Bharuch Collector #Bharuch News #Navi Nagri #Boy Died Truck Accident #Nareshwar Highway #Sasrod News
Here are a few more articles:
Read the Next Article