/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/28211821/3-3.jpg)
વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં આડાસંબંધની આશંકાએ પિતા પુત્રોએ એક વ્યક્તિની હત્યા કરવાના મામલામાં ચારેય હત્યારોને ગણતરીના કલાકોમાં બાંડાબેડા ગામ નજીકથી ઝડપી પાડ્યા હતા
વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં વચલા ફળિયામાં રહેતા 45 વર્ષીય ગુમાનભાઈ માંદલાભાઈ વસાવા ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે જેઓ ગત તારીખ-26મીના રોજ રાતે નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન થોડે દૂર સૂકાભાઈ પરષોતમભાઈ વસાવા પોતાની પત્નીના આડા સંબંધ આશંકાએ ગુમાનભાઈ વસાવા સાથે ઝઘડો કર્યો હતો અને સૂકા વસાવાના પુત્ર કૌશિક વસાવા,વિક્રમ વસાવા અને ઉમેશ વસાવા પર કુહાડી,ધારિયા વડે તૂટી પડ્યા હતા અને ગુમાન વસાવાને માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલ ક્રીષ્ણા વસાવા અને પરેશ વસાવા તેમજ શંભુ અર્જુન વસાવા પર પણ હુમલો કરતાં તેઓને ઇજાઓ પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ ગુમાન વસાવાની હાલત વધુ ગંભીર જણાતા તેઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાલિયા પોલીસે પિતા અને ત્રણ પુત્રો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે બાંડાબેડાથી કોંઢ જવાના માર્ગ પરથી ચારેય હત્યારાઓને ઝડપી પાડી તેઓને જેલ ભેગા કર્યા છે.