સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે આગામી તા. ૦૭/૧૦/૨૦૨૬ના રોજ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સંચાલન અને પૂર્વતૈયારીઓના આયોજન અર્થે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)  યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.સેવા જયોતિ યાત્રાના પ્રસ્થાનથી કાર્યક્રમના સ્થળ સુધી કાયદો અને વ્યવસ્થા, પબ્લિક મોબિલાઈઝેશન અને સીટિંગ એરેન્જમેન્ટની કામગીરી, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાર્કિંગ, ફૂડ પેકેટ, પીવાના પાણી વગેરે જેવી કાર્યક્રમને અનુલક્ષીને આનુસંગિગ  વ્યવસ્થાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ‘સેવાના રંગ, રાષ્ટ્રના રંગ’ શિર્ષક હેઠળ જિલ્લામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી તા. ૦૩ થી ૦૬ ઓક્ટોબર દરમિયાન જિલ્લા કક્ષાની રંગોળી અને કોલાજ વર્ક (અનાજ-કઠોળ કૃતિ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લા અધિક કલેકટર આર.બી. ભોગાયતા અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.