-
ભરૂચના આમોદનો બનાવ
-
સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
-
ટ્રેક્ટરમાં અનાજની કરવામાં આવી હતી હેરાફેરી
-
રૂ.70 હજારની કિંમતનું અનાજ જપ્ત કરાયુ
-
સસ્તા અનાજની દુકાનમાં પણ તપાસ શરૂ કરાય
ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો
ભરૂચ આમોદ પોલીસને મળેલી બાતમીના આધારે ઓચ્છણ ગામની સીમથી પસાર થતા ટ્રેક્ટર નંબર GJ-16-BK-8233ને રોકી તપાસ કરવામાં આવી. ટ્રેક્ટર પાછળ લાગેલી ટ્રોલીમાં ચોખાની ૨૮ અને ઘઉંની ૧૯ થેલીઓ મળી આવી હતી. આ અનાજનો અંદાજિત કુલ વજન ૨૩૫૨ કિલોગ્રામ હોવાનું બહાર આવ્યું હતું.ટ્રેક્ટરનો ડ્રાઈવર ઈશ્વર રાઠોડ તથા અનાજનો માલિક ભૂપેન્દ્રભાઈ પટેલે પૂછપરછ દરમિયાન કોઈ પણ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. આથી પોલીસે વધુ તપાસ કરતા અનાજનો જથ્થો ખેતરમાંથી પણ મળી આવ્યો હતો.પુરવઠા મામલતદાર અને પોલીસની ટીમે રૂ.70 હજારની કિંમતનું અનાજ અને રૂ.5 લાખની કિંમતનું ટ્રેકટર કબ્જે કર્યું હતું. આ સાથે જ ઓચ્છણ ગામે અનાજની દુકાન પર ચેકિંગ હાથ ધરાયું હતું. દુકાન સંચાલકના જવાબો અસંતોષકારક હોવાના કારણે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
