/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/26102019/final.jpg)
સવારે 8 વાગ્યાથી સુર્યગ્રહણનો થયો હતો પ્રારંભ
વર્ષ દરમિયાન અવકાશમાં અનેક ખગોળીય ઘટનાઓ આકાર લેતી હોય છે અને તેમાંય સૂર્ય અને ચંદ્રગ્રહણ દર વર્ષે થતાં હોય છે પરંતુ એ પૃથ્વીના મર્યાદિત વિસ્તારમાં જ જોવા મળતાં હોય છે. 26મી ડીસેમ્બર ગુરૂવારના રોજ વર્ષનું અંતિમ કંકણાકૃતિ સુર્ય ગ્રહણ થયું હતું.
સવારે આઠ વાગ્યાથી સુર્યગ્રહણનો પ્રારંભ થયો હતો. આ સુર્યગ્રહણ દેશના દક્ષિણી ભાગોમાં સારી રીતે જોવા મળ્યુંં હતું. સવારે 9.21 વાગ્યે અંદાજે 67 ટકા જેટલો સૂર્ય ઢંકાઈ ગયો હતો. ભરૂચ જિલ્લામાં પણ લોકોએ સુર્યગ્રહણને નિહાળ્યું હતું. સુર્યગ્રહણના કારણે મોટાભાગના મંદિરોને બંધ કરી દેવામાં આવ્યાં હતાં. સુર્યગ્રહણનું જયોતિષશાસ્ત્રમાં અનેક મહત્વ હોવાથી લોકોએ સુર્યગ્રહણનો પ્રભાવ ટાળવા માટે દાન અને પુણ્ય સહિતના કાર્યો કર્યા હતાં. ભરૂચ જિલ્લાના આકાશમાં સુર્યનો મનમોહક નજારો જોવા મળ્યો હતો.