ભરૂચ : આમોદના તણછા ગામે એક હોટલના કંપાઉન્ડમાં ટેન્કરમાં થયો બ્લાસ્ટ; બે લોકોના મોત

ભરૂચ : આમોદના તણછા ગામે એક હોટલના કંપાઉન્ડમાં ટેન્કરમાં થયો બ્લાસ્ટ; બે લોકોના મોત
New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા તણછા ગામ નજીક હોટલના કમ્પાઉન્ડમાં વેલ્ડિંગ કામ કરતી વેળા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક આવેલ ગોપાલ હોટલના કંપાઉન્ડમાં ટેન્કર ઉભું રાખી વેલ્ડીંગ કામ કરતા હતા તે સમયે ટેન્કરમાં કોઈ કારણોસર અચાનક બ્લાસ્ટ થતાં મૂળ શેખપુર ગામ, સુરતના વતની પ્રકાશ અંબુભાઈ રાઠોડ અને સુરતના વેલજા વિસ્તારના સલીમ નિઝામુદ્દીન લુહાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટેન્કરમાં બ્લાસ્ટના કારણે પ્રકાશ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સલીમ લુહારને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટના અંગે આમોદ પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે બંને મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરાવી સમગ્ર મામલા અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

#Bharuch #Connect Gujarat #Amod
Here are a few more articles:
Read the Next Article