/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/12144702/hhhh.jpg)
ભરૂચના ગોલ્ડન બ્રિજ પર સર્જાય રહેલી ટ્રાફિકજામની
સમસ્યાનો મંત્રીથી માંડી સંત્રી સુધીના લોકો અનુભવ કરી રહ્યા છે. ભરૂચના કોલેજ રોડના ટ્રાફિકજામમાં ફસાયેલાં એક મહિલા પ્રોફેસરે કોલેજ
સુધી પહોંચવા માટે અન્ય વાહનચાલકોને રસ્તો આપવા માટે આજીજી કરવી પડી હતી.
ગોલ્ડન બ્રિજની બાજુમાં બની રહેલો નર્મદા મૈયા બ્રિજ
3 વર્ષ બાદ પણ બની શકયો નથી, ત્યારે
વાહનચાલકોએ હજી અતિ સાંકડા એવા ગોલ્ડન બ્રિજ પર આધાર રાખવો પડી રહયો છે. ગોલ્ડન
બ્રિજના વિકલ્પ તરીકે વાહન ચાલકો જુના સરદાર બ્રિજનો ઉપયોગ કરતાં હતાં, પણ
જુના સરદાર બ્રિજને બંધ કરવામાં આવતાં હવે ગોલ્ડન બ્રિજ પર ચકકાજામ થઇ રહયો છે.
ભરૂચના કોલેજ રોડ પર થયેલા ચકકાજામમાં એક મહીલા
પ્રોફેસર પણ ફસાઇ ગયાં હતાં. આ કિસ્સો ગુરૂવારના રોજ સવારના સમયનો છે. ગોલ્ડન
બ્રિજ તરફ જતાં રસ્તા પર વાહનોની કતાર લાગી હતી. ટ્રાફિકજામમાં એક મહિલા પ્રોફેસર
પણ ફસાયાં હતાં. તેમની કાર કોલેજના મુખ્ય દરવાજાથી માત્ર 100 મીટરના અંતરે હતી પણ
ત્યાં સુધી પહોંચવામાં તેમને 30 મિનિટથી વધારેનો સમય
લાગી ગયો હતો. કોલેજ ચાલુ થઇ ચુકી હતી અને પ્રોફેસર ટ્રાફિકજામમાં ફસાયા હતાં.
વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે તેમણે પળનો વિચાર કર્યો ન હતો. તેઓ તેમની
કારમાંથી નીચે ઉતર્યા હતાં અને આગળ રહેલા વાહનચાલકોને થોડો રસ્તો કરી આપવા આજીજી
કરી હતી. બસ પછી તો વાહનચાલકોએ તેમને થોડો રસ્તો કરી આપ્યો અને તેઓ હેમખેમ
કોલેજમાં પહોંચી ગયાં હતાં.