ભરૂચ : ધોલીડેમ નજીક એક મહિલા પાણીમાં તણાઇ જતાં મોત, મૃતદેહ મળી આવ્યો

New Update
ભરૂચ : ધોલીડેમ નજીક એક મહિલા પાણીમાં તણાઇ જતાં મોત, મૃતદેહ મળી આવ્યો

ઝઘડિયા તાલુકાના ધોલીડેમ નજીક આવેલા નાના ચેકડેમ ઉપરથી પગપાળા પસાર થતા દંપત્તિમાંથી પત્ની પાણીમાં તણાઇ જતાં મોત  

ભરૂચ જિલ્લાના ઝઘડીયા, નેત્રંગ, વાલિયા તાલુકાઓ પર્વત માળાઓ ની વચ્ચે આવેલા વિસ્તાર હોવાથી વધુ પડતા વરસાદથી કયા સમયે પાણીની આવકમાં ધરખમ વધારો થાય તે નક્કી કરી શકાતું નથી. ચેકડેમ નજીકના ગામોના લોકોએ એક ગામથી બીજા ગામ જવા માટે વચ્ચે પડતા ચેક ડેમોનો ઉપયોગ કરતી વેળાએ ખાસ કાળજી અને તકેદારી રાખવી પડતી હોય છે. તાજેતરમાં જ ઝઘડિયા તાલુકાના ધોળીડેમ નજીક નાના ચેકડેમ પરથી પસાર થતા જાબોલી ગામે રહેતા દંપતી રાજપારડી ગામે સરકારી સહાયના નાણાં લઈ પરત ઘરે ફરતી વેળાએ પાણીના પ્રવાહમાં તણાયા હતા. ચીમનભાઈ વસાવા તથા તેમના પત્ની શાંતા બેન ઉંમર વર્ષ 62 ચેકડેમ પરથી પસાર થતા શાંતા બેન પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા પતિ ચીમન ભાઈ બુમરાણ મચાવી હતી. પરંતુ આજુબાજુમાં કોઈ ન હોવાથી પોતાની આંખની સામે જ પોતાની પત્નીને તણાતાં અને મોતને ભેટતા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ઉમલ્લા પોલીસને થતાજ ઘટના સ્થળે પહોંચી ચેકડેમ નજીકથી જ મૃતદેહને શોધી કાઢી પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.