ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રાંત કચેરીઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા, ત્યારે ભરૂચ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહર પરમાર પણ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોચ્યા હતા. નાંદેલાવ રોડ સ્થિત AAPના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતેથી DJના ધમધમાટ વચ્ચે રેલી નીકળી હતી, જે રેલી પ્રાંત કચેરીએ આવી પહોચી હતી, જ્યાં સમર્થકોની ઉપસ્થિતિમાં મનહર પરમારે નામાંકન રજૂ કર્યું હતું.
તો બીજી તરફ, ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેન્દ્રસિંહ રાજ પણ પોતાના નામાંકન માટે ભરૂચની પ્રાંત કચેરીએ પહોચ્યા હતા. મોરબીની ગોઝારી દુર્ઘટનામાં 135 લોકોએ અકાળે પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે તમામ મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે વાગરા બેઠક ઉપર AAPના ઉમેદવાર જયેન્દ્રસિંહ રાજે સાદગીપૂર્વક નામાંકન રજૂ કર્યું હતું. આ દરમ્યાન ઉપસ્થિત AAPના જૂજ કાર્યકરોએ પણ ઉમેદરવારનો ઉત્સાહ વધાર્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170