વાગરા તાલુકાના મૂલેર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને અકસ્માત નડતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.દહેજ તરફથી ટ્રક લઈ આમોદ તરફ જઈ રહ્યા હતા અને આમોદ તરફથી દહેજ તરફ જતી ટ્રકને મુલેર નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલા વ્યક્તિને કેબિન કાપી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર ઘટના નજીકમાં આવેલ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ભરૂચ: વાગરાના મૂલેર ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, જુઓ CCTV
વાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી
