ભરૂચના આમોદ–પાલેજ રોડ પર દોરા-દાંડા ગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આમોદના દોરા-દાંડા ગામ નજીક અજાણ્યા વાહને વ્યક્તિને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં આમોદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે.

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ તેમજ વાહનચાલકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અકસ્માત અંગે વધુ તપાસ ચાલુ છે.