ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, ઝઘડિયા, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને નેત્રંગ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જંબુસરમાં 9 મી.મી., આમોદમાં 4 મી.મી., વાગરામાં 15 મી.મી., ભરૂચમાં 8 મી.મી., ઝઘડિયામાં 5 મી.મી., અંકલેશ્વરમાં 12 મી.મી., હાંસોટમાં 13 મી.મી. અને વાલિયામાં 6 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદના કારણે જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ વરસાદને પગલે રાહતની લાગણી જોવા મળી હતી.
ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ,આજે વરસાદનું યલો એલર્ટ !
