સુરત શહેર DCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPSના ગુનામાં છેલ્લા છ મહિનાથી વોન્ટેડ આરોપીને ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે શીતલ સર્કલ પાસેથી ઝડપી પાડ્યો છે. ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ બાબુલાલને મળેલી બાતમીના આધારે શીતલ સર્કલ ખાતે બ્રિજ નીચે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્યાંથી બાતમી મુજબના શખ્સને ઝડપી તેની ઓળખ જુનેદભાઈ હનીફભાઈ અબદાલ (ઉં.વ. 27), રહે. કીમ, તા. ઓલપાડ, જી. સુરત તરીકે કરવામાં આવી હતી.આરોપી આશરે ચાર મહિના અગાઉ તે પોતાના સાથીદારો સાથે ફોરવ્હીલ વાહનમાં રતલામ, મધ્યપ્રદેશ ગયો હતો અને ત્યાંથી MD ડ્રગ્સ ખરીદી સુરત લાવવામાં આવી હતી. આ મામલે સુરત શહેર DCB પોલીસ સ્ટેશનમાં તા. 2 એપ્રિલ 2026ના રોજ NDPS હેઠળ ગુનો નોંધાયો હતો.ભરૂચ પોલીસે આરોપીને BNSSની કલમ 35(1)(J) મુજબ અટકાયત કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સુરત શહેર DCB પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે
ભરૂચ: સુરત DCBના NDPS કેસના 6 મહિનાથી વોન્ટેડ આરોપીની સી ડિવિઝન પોલીસે કરી ધરપકડ
