ભરૂચ શહેરમાં વરસાદના વિરામ વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ છવાઈ જતા સમગ્ર શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો.વહેલી સવારે ધુમ્મસના કારણે શહેરના માર્ગો પર વિઝિબિલિટી ઓછી થઈ હતી. ખાસ કરીને વાહનચાલકોને રસ્તા પર આગળનો માર્ગ સ્પષ્ટ રીતે જોવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓછી દૃશ્યતાના કારણે વાહનચાલકો ધીમા વાહન ચલાવતા જોવા મળ્યા હતા.બીજી તરફ, ધુમ્મસના કારણે વહેલી સવારનું વાતાવરણ આહલાદક બન્યું હતું. શહેરમાં ઠંડકભર્યું વાતાવરણ અનુભવાયું હતું અને ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં મનમોહક દૃશ્યો જોવા મળ્યા હતા.
જોકે, સૂર્યનારાયણના દર્શન થતાં ધીમે-ધીમે ધુમ્મસ ઓસરવા લાગ્યું હતું.
