વાયુ વાવાઝોડાને લઇ ભરૂચ વહીવટી તંત્ર પણ સતર્ક, દરિયા કિનારાના ૩ તાલુકાના ૪૦ ગામોને સાવધ રહેવા અપાઇ સૂચના

New Update
વાયુ વાવાઝોડાને લઇ ભરૂચ વહીવટી તંત્ર પણ સતર્ક, દરિયા કિનારાના ૩ તાલુકાના ૪૦ ગામોને સાવધ રહેવા અપાઇ સૂચના

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૨ અને ૧૩ જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ – પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા ગુજરાતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. હાલ પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.

હાલમાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ વેરાવળથી દક્ષિણ પૂર્વથી ૧૦૨૦ કિ.મી. દૂર છે. જેથી અગામી ૧૨ કલાકમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ૨૪ કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે.

આ વાયુ વાવાઝોડાને લઇ ભરૂચ વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. જેમાં દરિયા કિનારાના ૩ તાલુકાના ૪૦ ગામોને સાવધ રહેવા સૂચના અપાઇ છે. વાયુ વાવાઝોડા અંતર્ગત ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા એ જણાવ્યું કે, તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા ભરવામાં આવ્યા છે. તેમજ આ અંગ જરૂરી સુચનાઓ જેતે વિભાગને પણ અપાઇ છે. ભરૂચ જિલ્લામાં વાયુ વાવાઝોડાની નહીંવત અસર થશેનું જણાવ્યું છે.

Latest Stories