• ભરૂચ જિલ્લા આપની પ્રેસ કોન્ફરન્સ

  • પોલીસ પર કર્યા આક્ષેપ

  • પાર્ટીના ઉમેદવારોને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • કેસમાં ફસાવી દેવાની ધમકીના આરોપ

  • જિલ્લા પોલીસ વડાને રજુઆત કરાય

આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા પોલીસ અધિક્ષકને લખાયેલ પત્રમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાર્ટીના ઉમેદવારો, કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા AAPના કાર્યકરો અને ઉમેદવારોને બિનજરૂરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક કેસોમાં ખોટા કેસ દાખલ કરવાની ધમકી આપવી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી હેરાનગતિ કરવાના બનાવો પણ સામે આવ્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ છે.
AAPએ આ પરિસ્થિતિને લોકશાહી માટે હાનિકારક ગણાવી છે. પત્રમાં જણાવાયું છે કે લોકશાહી દેશમાં દરેક રાજકીય પક્ષને સમાન અધિકાર મળવો જોઈએ અને ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું પક્ષપાતી વર્તન યોગ્ય નથી. પાર્ટીએ પોલીસ અધિક્ષકને વિનંતી કરી છે કે તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપી આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. સાથે જ, જ્યાં ખોટા અથવા બિનઆધારભૂત કેસ નોંધાયા હોય ત્યાં યોગ્ય તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.