/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/19180532/maxresdefault-254.jpg)
ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામમાં પિતા-પુત્ર વચ્ચેનાં ઝઘડામાં છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
આમોદ તાલુકાનાં દોરા ગામની નવી નગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે નગીન વસાવા અને તેઓના પુત્ર રાજેશ વસાવા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ચાલી રહ્યો હતો, તે જ દરમિયાન તેઓનાં ફળિયામાં જ રહેતા 23 વર્ષીય કિશન વસાવા પિતા-પુત્રને છોડાવવા માટે વચ્ચે પડયો હતો.
કિશન વસાવા પિતા-પુત્રને ઝઘડતાં અટકાવવા પડયાં બાદ રાજેશ વસાવાએ એકાએક ઉશ્કેરાઈ જઇ લાકડાના દંડાનાં સપાટા મોઢા થતા માથાના ભાગે મારી દેતા ગંભીર ઈજાઓનાં પગલે કિશન વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખ્સેડવામાં આવ્યો હતો. આ તરફ આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આમોદ પોલીસે આરોપી વિરુધ્ધ હત્યા અંગેનો ગુનો નોધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.