• નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામ ખાતે આયોજન કરાયું

  • વિશ્વબંધુ પરિવાર-વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આયોજન

  • માધવ વિદ્યાપીઠ ખાતે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • 51 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડી લગ્નજીવનની કેડી કંડારી

  • નવયુગલોને મહાનુભાવોએ આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામ ખાતે વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવનો મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 51 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડી લગ્નજીવનની શરૂઆત કરી છે. આ અવસરે સૌકોઈ ઉપસ્થિત મહાનુભાવોએ નવયુગલોને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, રાષ્ટ્રઋષિ ગુરૂવર વિશ્વબંધુ શશીભાનુ રાજયોગી સહિતના સંતગણ, અતિથિ વિશેષ, રાજ મહંતો, ગુણવંતો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.