/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/02164736/WhatsApp-Image-2020-08-02-at-3.47.12-PM-e1596367067156.jpeg)
હાલમાં દેશ-દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ગરીબ-મધ્યમવગૅના લોકો માટે ધંધા-રોજગાર બંધ થઇ જતાં ખાવાના ફાંફાં પડી રહ્યા છે. પરંતુ આવા કપરા કાળમાં જીવન થોડું અટકે છે, વિવિધ પ્રકારના નિયંત્રણો સાથે અનલોક કરવાની સરકારની જાહેરાત સાથે જનજીવન રાબેતામુજબ પુવૅરત કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. લોકો પણ ઉભી થયેલી પરિસ્થિતિને પ્રાથમિકતા આપતા પોતાના પ્રસંગો અને જવાબદારી નિભાવવાનું શરૂ કરી રહ્યા છે.
જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાના આજોલી ગામના આરોગ્ય વિભાગ ના કર્મચારી ગણેશભાઈ નાનજીભાઈ વસવાએ એમની દીકરીના પહેલા જન્મદિવસની ઉજવણી આ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે પુત્રીના જન્મ દિવસ નિમિત્તે ૭૦૦ જેટલી ફાળાઉ કલમ તેમજ ૩૦૦ જેટલા માસ્ક આપી દીકરી કાવ્યના જન્મ દિવસની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને આ ફાળાઉ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી નેત્રંગ પંથકમાં પર્યાવરણ બચાવોનો એક સંદેશ ફેલાયો છે. જે એક સારી બાબત છે.