ભરૂચ : ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ

New Update
ભરૂચ : ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ ના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ધરપકડ કરી.

ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ ના ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર બાતમીના આધારે ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો ઝઘડિયા પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતા.

જે બાતમીના આધારે ભોજપુર ગામના સુથીયપુરા ફળીયા ખાતેથી કપાસના વાવેતર કરેલા ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ નંગ ૩૩૫ કિંમત રૂપિયા ૭૧,૯૦૦, TVS મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦, પકડાયેલા આરોપી પાસેથી અંગ જડતીના રોકડા રૂપિયા ૧૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂપિયા ૫,૦૦૦ ગણી કુલ રૂપિયા ૧,૧૧,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. તેમજ દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરી બન્ને ઇસમો વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.

Latest Stories