ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે ગતરોજ રોડ ક્રોસ કરવા જતાં એક વૃધ્ધને હાઇવા ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે વૃધ્ધ રામાભાઈ વસાવા રહે.આમલઝર તાલુકા ઝઘડીયાના બન્ને પગ પર હાઇવા ટ્રકનું આગળનું ટાયર ચઢી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી જે બાદ તેઓને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકના અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં રામાભાઈ બેભાન હાલતમાં હોય ડોક્ટરે વધુ સારવાર માટે ભરૃચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડતા પૂર્વે જ તેઓનું મોત નીપજયું હતું. અકસ્માતના બનાવ સંદર્ભે મૃત્યુ પામનાર રામાભાઈ વસાવાના પુત્ર ભરત વસાવાએ રાજપારડી પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.રાજપારડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે..