/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/27124129/maxresdefault-115.jpg)
ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી ઝોલા છાપ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કોઈ પણ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હોવાનું બહાર આવ્યું છે.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને લોકોએ આરોગ્યપ્રદ સુવિધા મેળવવા દોડધામ કરવી પડી રહી છે. આવા સમયમાં પણ કેટલાક લોકો કમાય લેવાની લહાયમાં લોકોની જિંદગી જોખમમાં મૂકે છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં ઝોલાં છાપ તબીબ લોકોની સારવાર કરી દવા આપી રહ્યો છે જેના આધારે પોલીસે યોગેશ્વર નગરમાં દરોડા પાડતા આરોપી દીપ બાલા ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી પાસે મેડિકલની કોઈ ડિગ્રી ન હોવા છતા તે લોકોને દવા આપી તેઓની જિંદગી જોખમમાં મૂકતો હતો. પોલીસે આરોપી પાસેથી એલોપેથી દવા અને ઇનજેકશન મળી રૂપિયા 24 હજારથી વધુનો મુદ્દામલ જપ્ત કર્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.