ભરૂચ : હાંસોટ તાલુકાના ગામડાઓમાં 15મી સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

New Update
ભરૂચ : હાંસોટ તાલુકાના ગામડાઓમાં 15મી સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

રાજય સરકારે કોરોનાની ચેઇન તોડવા 29 શહેરોમાં મીની લોકડાઉનની જાહેરાત કરી છે પણ અન્ય શહેરો અને ગામડાઓમાં પણ લોકો ઘરોમાં રહે તે માટે સ્વૈચ્છિક લોકડાઉન પર ભાર મુકવામાં આવી રહયો છે.

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામોના સરપંચો અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના સંક્રમણને રોકવા તથા બીમારીને વધુ ફેલાતી રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસની અપીલને હાંસોટ, ઇલાવ,વાલનેર,ઘમરાટ, રોહિદ,વઘવાણ, ઓભા સહિતના ગામના સરપંચોએ સ્વીકારી છે. આ ગામડાઓમાં આવતીકાલે શનિવારથી તારીખ 15મી મે સુધી લોકડાઉન રહેશે. આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે 6 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બપોરે 1 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવશે.

Latest Stories