🔴 Breaking
રાશિ ભવિષ્ય 06 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસહરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીઅંકલેશ્વરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઇ, 25 વર્ષથી સેવા આપનાર શિક્ષકોનું કરાયું સન્માનઅંકલેશ્વર એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમમાં શિક્ષક દિવસ નિમિત્તે ‘સ્ટુડન્ટ્સ-એઝ-ટીચર્સ’ કરાયું આયોજનઅંકલેશ્વર: GIDC પોલીસે કોસમડીના મોરા ફળિયા પાસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા ભરૂચ:આમોદના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત ભરૂચ: મેઘઉત્સવમાં આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણભરૂચ: કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા કેમ્પ યોજાયો, જસ્ટિસ  એ.વાય.કોગજે રહ્યા ઉપસ્થિતરાશિ ભવિષ્ય 06 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસહરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીઅંકલેશ્વરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઇ, 25 વર્ષથી સેવા આપનાર શિક્ષકોનું કરાયું સન્માનઅંકલેશ્વર એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમમાં શિક્ષક દિવસ નિમિત્તે ‘સ્ટુડન્ટ્સ-એઝ-ટીચર્સ’ કરાયું આયોજનઅંકલેશ્વર: GIDC પોલીસે કોસમડીના મોરા ફળિયા પાસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા ભરૂચ:આમોદના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત ભરૂચ: મેઘઉત્સવમાં આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણભરૂચ: કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા કેમ્પ યોજાયો, જસ્ટિસ  એ.વાય.કોગજે રહ્યા ઉપસ્થિત
Featured

ભરૂચ: ભક્તોનું ગુમાન હરનારા ગુમાનદેવ હનુમાજીના દર્શનનો અનેરો મહિમા,શ્રવણ માસના અંતિમ શનિવારે ઉમટયું ભક્તોનું ઘોડાપૂર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શ્રવણ માસના અંતિમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

આજે પવિત્ર શ્રવણ માસનો અંતિમ શનિવાર

ગુમાનદેવ હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપૂર

ભક્તોએ હનુમાનજીના દર્શન કરી અનુભવી ધન્યતા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શ્રવણ માસના અંતિમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરી હતી

ભરૂચ ઝગડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભકતોમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે અહી બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટ્લે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે. આ મંદિર પાછળ દંત કથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે. ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા તેઓ અહી આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મુર્તિ અંગે આભાસ થયો હતો અને આ મુર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો. તેઓએ ત્યાં સ્થળ પર જઈ જોતાં સ્વયંભૂ મુર્તિ ઉપર શિયાળ ચોંટેલું હતું અને તેને ગોવાળિયાઓ મારતા હતા. સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહી આવી મુર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી. ઉપરાંત રોજ આ મુર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી ઇ.સ. 1615 માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટ્લે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં અહી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો પગપાળા અહી આવી આસ્થાના પુષ્પો પ્રગટ કરે છે. આજે શ્રવણ માસના અંતિમ શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોચ્યા હતા.