ભરૂચ: જયભારત રિક્ષા એશો.દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન પત્ર, સહાય આપવાની માંગ

New Update
ભરૂચ: જયભારત રિક્ષા એશો.દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન પત્ર, સહાય આપવાની માંગ

ભરૂચના જાય ભારત રિક્ષા એશો.દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકડાઉનના સમયમાં સરકારે જાહેર કરેલ સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું જેમાં વેપાર રાઓજગાર બંધ થઈ ગયા હતા ત્યારે રિક્ષા ચાલકોની રોજી રોટી પણ છીનવાઈ હતી. રોજનું કમાયને રોજ ખાતા રિક્ષા ચાલકોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો હતો ત્યારે રિક્ષા ચાલકો માટે સરકાર દ્વારા રૂપિયા 215ની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચના રિક્ષા ચાલકોએ સહાય મેળવવા આર.ટી.ઓ.કચેરીમાં ફોર્મ પણ ભર્યા હતા. જો કે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં આ સહાય ચૂકવવામાં આવી નથી ત્યારે ભરૂચના જય ભારત રિક્ષા એશો.દ્વારા સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Latest Stories