ભરૂચના નેત્રંગ તાલુકાના પીએમશ્રી થવા બ્રાન્ચ ખાતે યોજાયેલી SGFI સ્કૂલ ગેમ્સ એથલેટિક્સ સ્પર્ધામાં પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા, થવા’ના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્ય, શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરી શાળા તથા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં પીએમશ્રી કૃષ્ણ આશ્રમ શાળાના કુલ ૩૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વિવિધ એથલેટિક્સ ઇવેન્ટ્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાંથી શાનદાર પ્રદર્શનના આધારે કુલ ૨૯ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. આ તમામ વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં જિલ્લા કક્ષાએ નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર છે.દર વર્ષની પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ નેત્રંગ તાલુકામાં એથલેટિક્સ વિભાગમાં સૌથી વધુ મેડલ મેળવવાનો બહુમાન પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા, થવાના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે.
ભરૂચ: નેત્રંગની પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા, થવાના ખેલાડીઓએ SGFI સ્કૂલ ગેમ્સ એથલેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
