ભરૂચ : ભાડભૂત ગામ ખાતે અસામાજિક તત્વો દ્વ્રારા વાહન સળગાવી મુસ્લિમ સમાજના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરાતાં કલેક્ટરને પાઠવ્યું આવેદન

New Update
ભરૂચ : ભાડભૂત ગામ ખાતે અસામાજિક તત્વો દ્વ્રારા વાહન સળગાવી મુસ્લિમ સમાજના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરાતાં કલેક્ટરને  પાઠવ્યું આવેદન

ભરૂચના ભાડભૂત ગામ ખાતે કેટલાક અસામાજિક તત્વો દ્વ્રારા વાહન સળગાવી મુસ્લિમ સમાજના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરાતાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું.

ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વ્રારા મુસ્લિમ સમાજને વારંવાર ધાક ધમકીઓ આપી ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભાડભૂત ગામમાં મુસ્લિમ સમાજના લોકોના વાહનોને ઈરાદાપૂર્વક સળગાવી નાખી તેમની માલ મિલકતને નુકશાન પહોચાડી ભયભીત રાખવાના હમેશા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાડભૂત ગામ સહિત ભરુચ શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આવા અસમાજીક તત્વો સામે કાયદેસરના પગલા લેવાની માંગ કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુસ્લિમ સમાજના જાગૃત યુવાનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજની સામે આવી ગંભીર પરિસ્થિતિને ન્યાય મળે અને આવા અસામાજિક તત્વોને પોલીસ વહેલી તકે ઝડપી લઈ સજા આપે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Latest Stories