ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ભારત વિકાસ પરિષદના અભ્યાસ વર્ગનું આયોજન
દક્ષિણ ગુજરાત પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાયો
કાર્યકરોએ મેળવ્યુ માર્ગદર્શન
ભરૂચના નીલકંઠ ઉઓવન ખાતે ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત સેશનમાં યોજાયેલ કાર્યશાળામાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1500 કરતા વધુ શાખા છે ત્યારે ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંતના અભ્યાસ વર્ગનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો દીપ પ્રાગટય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ અભ્યાસ વર્ગનું કુલ 7 સેશનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ,પૂર્વ પ્રમુખ અને પ્રેટ્રન પ્રેમ કુમાર શારદા, પ્રાંતના પ્રમુખ હિતેશ અગ્રવાલ,મહામંત્રી ધર્મેશ શાહ, ભૃગુભુમી શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર તેમજ આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહયા હતા.આ અભ્યાસ વર્ગમાં 10 શાખા જેવી કે સુરત મેઈન,અડાજણ,મજુરા,બારડોલી,ભૃગુભુમી,વડોદરા-અલકાપુરી, સાયજીનાગરી,ઇન્દ્રપુરી,સંસ્કારનગરી અને મહારાણાપ્રતાપ શાખાના કાર્યકરો તેમજ આગેવાનોએ હાજરી આપી કાર્યશાળાનો લાભ લીધો હતો.
