ભરૂચમાં હજી મહિના પહેલાં જ આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આવેલાં પિયુશકુમાર ઉકાણીએ ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના કિસ્સામાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે. તેમના ખિસ્સામાંથી મળેલી આંત્યંતિક ચિઠ્ઠી મુજબ ક્રેડિટ કાર્ડ અને અન્ય લોનના હપ્તાના ટેન્શનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ બહાર આવ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પી.આઈ. નીતિન ચૌધરી દ્વારા સ્યુસાઇડ નોટને FSL માં મોકલી અપાઈ છે. પરિવાર હજી પણ આઘાતમાં હોય પોલીસ દ્વારા તેમની પૂછપરછ થયા બાદ જ વધુ હકીકતો બહાર આવી શકશે. સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પોલીસ કલાસ વન અધિકારીના બેંક એકાઉન્ટ અને નાણાકીય વિગતોની પણ તપાસ ચલાવી રહી છે. મૃતક પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુર ખાતે આંકડા અધિકારી તરીકે ફરજમાં હતાં ત્યારે પણ તેઓ લોનના હપ્તાને લઈને ચિંતિત હોવાની વિગતો સામે આવી રહી છે. બઢતી સાથે ભરૂચમાં આવતા જ તેઓ રિકવરી અને પદ પ્રતિષ્ઠાને લઈ સતત તણાવમાં હતા. તેઓ કેટલી રકમના દેવામાં હતા તેની માહિતી હજી સુધી સામે આવી નથી.
ભરૂચ: આયોજન અધિકારી પિયુશકુમાર ઉકાણી આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ, બેંક ડિટેઇલની મેળવાય રહી છે વિગત
