/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/16133557/maxresdefault-95.jpg)
ભરૂચ જીલ્લામાં કોરોનાનું વધતું સંક્રમણ એ હદે ચિંતાજનક સ્તરે પહોચ્યું છે કે સમગ્ર રાજયમા કોરોના સંક્રમણમાં ભરૂચ જિલ્લો ત્રીજા ક્રમે આવી ગયો છે તો મહાનગર પાલિકાની ગણતરી સાથે ભરૂચ જીલ્લો કોરોનના વધતા કેસમાં 8માં સ્થાને છે
કોરોના..કોરોના વાયરસ હવે ગંભીરથી અતિગંભીર તબક્કામાં આવી પહોંચ્યો છે..ઓદ્યોગીક ભરૂચ જિલ્લાએ સમગ્ર વિશ્વમાં તેની વણથંભી વિકાસ યાત્રાથી ભલે નામના મેળવી હોય પરંતુ કોરોનાકાળમાં ભરૂચ જિલ્લો અણગમતી પ્રસિધ્ધિ મેળવી રહ્યો છે. શરૂઆતના તબકામાં ભરૂચ જિલ્લાએ કોરોનાને કાબુમાં લેવા સફળતા હાંસલ કરી હતી પરંતુ કોરોનાની બીજી લહેરમાં ભરૂચ જિલ્લો જાણે ઊડી રહ્યો છે અને સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં ભરૂચ જિલ્લાએ સૌથી વધુ કોરોના સંક્રમણમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત જીલ્લામાં 313,મહેસાણા જીલ્લામાં 249 અને ત્યાર બાદ ત્રીજા નંબરે ભરૂચ જીલ્લામાં 161 કોરોના પોજીટીવ કેસ નોધાયા છે આમ ભરૂચ જિલ્લો સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં કોરોના સંક્રમણમાં ત્રીજા સ્થાને છે. વધુ એક ડેટાનું એનાલિસિસ કરીયે તો રાજ્યની મહાનગર પાલિકાઓની ગણતરી સાથે ભરૂચ જિલ્લો કોરોના સંક્રમણમાં 8માં ક્રમે છે. ભરૂચ જિલ્લા માટે આ વાત એટલા માટે ચિંતાજનક છે કે મહાનગરપાલિકા અને સુરત તેમજ મહેસાણા જિલ્લા કરતા ભરૂચ જીલ્લામાં વસ્તીની સંખ્યા એટલી ઓછી છે આમ છતા ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. કોરોના સંક્રમણ સાથે સ્પેશ્યલ કોવિદ સ્મશાનમાં કોરોના પ્રોટોકોલના આધારે થતી મૃતકોની અંતિમ ક્રિયામાં દઝાડે એવી છે. ગતરોજ ભરૂચ જીલ્લામાં કોરોના પ્રોટોકોલના આધારે 30 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોના સંકરમાં અને મૃત્યુઆંકમાં ઓદ્યગિક ગ્રોથ રેટ કરતાં પણ વધારો એ ભરૂચ જિલ્લો વિકાસશીલ હોવાની ચાડી ખાય છે. આટ આટલા ઓદ્યોગીક એકમો, આટ આટલી સંસ્થાઓ અને અગણિત નેતાઓ આમ છતા જીલ્લાવાસીઓને કોરોનાની સારવાર માટે બેડ નથી માળતા,પ્રાણવાયુ સમાન ઑક્સીજન નથી મળતો અને વેન્ટિલેટર તો શોધવા જવા પડે એવી સ્થિતિ છે ત્યારે ભૃગુધરા પરથી ભયાવહ કોરોના સંક્રમણ સામે બાથ કોણ ભીડશે એ જોવાનું રહેશે