ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવનાર આગેવાનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયેલા આગેવાનોનું સસ્પેન્શન હવે હટાવવામાં આવ્યું છે. હાંસોટના આગેવાન વિનોદ પટેલ અને શાંતાબહેન પટેલ સહિત કુલ 6 આગેવાનોને ફરી પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ આગેવાનો દુધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેના કારણે પક્ષે તેમના પર શિસ્તભંગની કાર્યવાહી કરી હતી.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે પક્ષને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોવડી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
