• રાજ્યમાં યોજાયેલ ચૂંટણીના પરીણામ જાહેર

  • ભાજપને મળી પ્રચંડ જીત

  • જિલ્લા ભાજપ દ્વારા વિજ્યોત્સવ માનવાયો

  • ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી

  • સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી
રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ઠેર ઠેર વિજયઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ભાજપ કાર્યાલય ખાતે વિજયઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજયઉત્સવ મનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા