-
ભરૂચના આમોદના રાજકારણમાં ગરમાવો
-
ભાજપના આગેવાન કોંગ્રેસમાં જોડાયા
-
કેતન પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો
-
અન્ય ટેકેદારો પણ કોંગ્રેસમાં જોડાયા
-
ભાજપ પર કર્યા પ્રહાર
ભરૂચના આમોદમાં ભાજપના આગેવાન સહિત અન્ય કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
ભરૂચના આમોદ તાલુકાના રાજકારણમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ અમીશાબેન પટેલના પતિ કેતન પટેલ કોંગ્રેસમાં જોડાતા રાજકાર ગરમાઇ ગયું છે. તેઓએ આમોદ તાલુકાની ઇખ્ખર -૧ બેઠક ઉપર પોતાની પત્નીને અપક્ષ ઉમેદવારી કરાવડાવી ગત ચૂંટણી જીતી હતી. ભાજપમાં તેમનું યોગ્ય સન્માન નહી જળવાતુ હોવાથી તેઓ કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા ત્યારે તેઓએ હવે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.સાથે જ દાંડા ગામના ઝવેરભાઈ ભાઈલાલ પટેલ સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
