ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રોટરી હોલ ખાતે આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

વિભાજન વિભીષિકા દિવસ મનાવ્યો

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટે ભાગલા સમયના બલિદાનોને યાદ કર્યા હતા

ભરૂચ ભાજપ દ્વારા રોટરી હોલ ખાતે વિભાજન વિભીષિકા દિવસ નિમિતે સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દેશના ભાગલા સમયે અસહ્ય યાતનાઓ ભોગવનારા અને પ્રાણ ગુમાવનારા લાખો નિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરાઈ હતી.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ડો. પ્રશાંત કોરાટે વિભાજનની દર્દનાક ક્ષણો અને તેના ઐતિહાસિક સંદર્ભો વાગોળ્યા હતા. ભારતના ભાગલા વખતે થયેલી હિજરત, હિંસા અને અસંખ્ય લોકોની પીડા તથા બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

સ્મૃતિ દિવસ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી ,પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા.