ભરૂચ જિલ્લાના સરભાણ-ચકલાદ કોલેજથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા “સંકલ્પ યાત્રા” મેરેથોનનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આ મેરેથોન દોડનું આમોદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અનુસંધાને ભરૂચ જિલ્લા આમોદ તાલુકા તથા શહેર અને જંબુસર તાલુકા શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 150 જંબુસર વિધાનસભા વિસ્તારમાં સરભાણ-ચકલાદ કોલેજ ખાતે આમોદ તથા જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ તથા યુવા કાર્યકરોની હાજરીમાં “સંકલ્પ યાત્રા” મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા સરભાણ-ચકલાદ કોલેજથી પ્રસ્થાન થઈ આમોદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પહોચી હતી, જ્યાં આ મેરેથોન દોડનું સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના યુવા મોરચા પ્રમુખ રૂષભ પટેલ તથા ડી.કે.સ્વામી, કિરણ મકવાણા, આમોદ-જંબુસર શહેર તથા તાલુકાના યુવા મોરચાના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા આમોદ-જંબુસર વિસ્તારના મોરચાના પ્રમુખો, ઉપપ્રમુખો અને બીજા કાર્યકરો કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
