ભરૂચ: વાગરા ગ્રામપંચાયત કચેરી નજીકથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી
અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચના વાગરા ગ્રામ પંચાયતની સામે એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી
ભરૂચના વાગરા ગ્રામ પંચાયતની સામે આવેલ સાયકલ રીપેરીંગની દુકાન ચલાવતા દુકાનદાર પોતાની દુકાને આવતા ત્યાં એક વ્યક્તિ નીચે ઢળી પડ્યો હતો અને તરફડીયા ખાતી હાલતમાં જણાય આવતા દુકાનદારે માનવતા દાખવી તુરંતજ તેને પાણી પીવડાવ્યું હતું ત્યાર બાદ તેઓ તાબડતોબ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ ઘટનાની જાણકારી આપી હતી.
પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા એ વ્યક્તિનું મોત નિપજ્યું હતું.આ મામલે વાગરા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
