New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/27104358/21.jpg)
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળથી વિદેશી દારૂ સાથે 55 હજાર 800 ના મુદ્દામાલ સહિત બુટલેગરને ઝડપી પાડ્યો હતો. તેની કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તહેવારોને લઈ દારૂ-જુગારની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ભરૂચ એલસીબી ટીમે બાતમીના આધારે સ્ટેશન રોડ પર આવેલી ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પ્રતીક બિપીનચંદ્ર કાયસ્થની ધરપકડ કરી હતી. બુટલેગર પાસેથી કુલ 55 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરવવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલમાં એડમીટ કરવામાં આવ્યો હતો.
Latest Stories