/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/15185306/maxresdefault-91.jpg)
ભરૂચમાં કોરોનાના કારણે અનેક પરિવારનો માળો વિખેરાય રહ્યો છે ત્યારે એક જ પરિવારમાં પિતા અને દાદા કોરોના સંક્રમિત થયા બાદ દાદાનું નિધન થતાં 6 વર્ષના પૌત્રએ દાદાના અંતિમ સંસ્કાર કર્યા હતા
કોરોના કાળો કહેર બનીને વરતી રહયો છે અને આખે આખા પરિવારને છિન્નભિન્ન કરી રહ્યો છે ત્યારે ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાન ખાતે આજે અત્યંત લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નગર સેવા સદનમાં ભાજપના નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિ તેમના પત્ની,પુત્રી અને પિતા પણ કોરોના સંક્રમિત થયા હતા. તેમના પિતા કોરોના સામે જંગ હારી ગયા હતા અને તેમનું નિધન થયું હતું. આ તરફ હેમેન્દ્ર પ્રજાપતિ કોરોનાની સારવાર માટે હોસ્પિટલના એડમિટ હોય પિતાને અંતિમ સંસ્કાર આપે કોણ એ પ્રશ્ન ઉઠ્યો હતો ત્યારે તેમના 6 વર્ષના પુત્રએ દાદાને અંતિમ સંસ્કાર આપવા તૈયારી બતાવી હતી. જે દાદાની આંગળી પકડીને ચાલતા શીખ્યો જે દાદાના ખોળામાં બેસીને નાનપણ વિતાવ્યું એ જ દાદાને ફૂલ જેવા કોમળ હાથે 6 વર્ષના બાળકે અગ્નિદાહ આપ્યો હતો..આ દ્રશ્યો પાષાણ હ્રદયના માનવીને પણ હચમચાવી મૂકે એવા હતા. હે કોરોના હજુ તું કેટલા માનવીનો ભોગ લેશ..કેટલા માસૂમ બાળકોને અનાથ બનાવશે...કેટલા પરિવારોને ઉજાડશે.. બાળકના હાથે દાદાના અંતિમ સંસ્કારના આ દ્રશ્યો કોરોનાના ભયાવહકાળની ગવાહી પૂરે છે કે આ અદ્રશ્ય વાયરસ હજુ પણ નરસંહાર કરી શકે છે માટે પોતાના અને પોતાના પરિવારના તંદુરસ્ત જીવન માટે સાવચેત રહો સલામત રહ્યો