હાંસોટ-કતપોર જવાના માર્ગ ઉપર વાંશનોલી ગામ પાસે કારને અકસ્માત નડતા છ મિત્રો પૈકી એક યુવાનનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું
અંકલેશ્વર શહેરના નિરાંત નગર સોસાયટીમાં રહેતા ગીરીશ કાલિદાસ આહિર તેના મિત્રો દક્ષ નીલેશ જોશી,અંકિત દશરથ વસાવા,ભાવેશ હસમુખ ચૌહાણ,મહેશ આહીર અને રવીન્દ્ર વસાવા સાથે હાંસોટના કતપોર ગામે ખોડીયાર માતાના મંદિરે દર્શન અર્થે કાર નંબર-જી.જે.૨૩.બી.૮૧૮૧ લઇ નીકળ્યા હતા તે દરમિયાન હાંસોટ-કતપોર જવાના માર્ગ ઉપર વાંશનોલી ગામ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અંકિત વસાવાનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું જયારે અન્ય યુવાનોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
