ભરૂચ: જંબુસરમાં ભાજપના પરાજિત ઉમેદવાર અને તેના પિતા સામે ગુનો દાખલ, તલવાર સાથે ધમકી આપવાનો આરોપ
ભરૂચના જંબુસરમાં સ્થાનિક ચૂંટણી બાદ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં પરાજય પચાવી ન શકનાર ભાજપના ઉમેદવાર પર તલવાર સાથે ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. સમાચાર
કાવી પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પરાજિત ઉમેદવાર શકીલ ખાલીદ અહેમદ મલેક (ઉંમર ૨૬) અને તેમના પિતા ખાલીદ અહેમદ મલેક (ઉંમર ૫૦) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને પાસેથી બે તલવાર કબ્જે કરી હોવાનું જણાવ્યું છે. આરોપ મુજબ, ચૂંટણી પરિણામ બાદ આરોપીએ તલવાર સાથે ધમકીભર્યો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રસારિત કર્યો હતો, જેના કારણે સ્થાનિક મતદારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું કહેવામાં આવે છે.આ મામલે શકીલ મલેકે પોતાના બચાવમાં જણાવ્યું છે કે તેમણે માત્ર રીલ બનાવવા માટે તલવાર સાથે વિડિયો બનાવ્યો હતો, અને કોઈને ધમકી આપવાનો ઈરાદો નહોતો.
