ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક કચડાયો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

New Update
ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક કચડાયો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર વહેલા ઉતરવાની લ્હાયમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા એક આશાસ્પદ યુવાને જીવગુમાવવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત પ્રાથમિક માહિતિ અનુસાર ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર આવી રહેલ ટ્રેન હજુ તેના નીયત પ્લેટફોર્મ ઉપર ઉભી રહે તે પહેલાં જ વહેલા પહોંચવાની લ્હાય માં એક આશાસ્પદ યુવાન ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયત્ન કરતા તે પ્લેટફોર્મ અને રેલ્વે ટ્રેક વચ્ચે કચડાઇ જતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશનના સી.સી.ટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ ઘટનાના પગલે રેલ્વે પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઇ ઉભેલા અન્ય મુસાફરોમાં પન અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટનાના પગલે રેલ્વે પોલીસે યુવાનની તલાસી લેતાં યુવાન પાસે એક પેન કાર્ડ મળી આવ્યો હતો.જેમાં તેનું નામ ઇકરામ ઇકબાલભાઇ પટેલ હોવાનું બહાર આવ્યું છે. રેલ્વે પોલીસે તેના વાલીવારસની શોધ આરંભી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories