
ભરૂચ: એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા સેવા વસ્તીમાં બાળકો સાથે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી
ભરૂચના એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા હોળી અને ધુળેટીના પાવન તહેવાર નિમિત્તે સેવાવસ્તીમાં જઈ બાળકો સાથે આનંદપૂર્વક હોળી ઉત્સવ ઉજવવામાં આવ્યો.... ગુજરાત | સમાચાર
એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા હોળી અને ધુળેટીના પાવન તહેવાર નિમિત્તે સેવાવસ્તીમાં જઈ બાળકો સાથે આનંદપૂર્વક હોળી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને પિચકારી અને રંગનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિવિધ રમતો દ્વારા બાળકો સાથે આનંદમય સમય વિતાવવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન બાળકોને હોળી તહેવારનું ધાર્મિક તથા સામાજિક મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું અને સૌ સાથે મળીને તહેવાર ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.
