ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 13 દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત, શહેરીજનોમાં ફફડાટ

ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 13 દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત, શહેરીજનોમાં ફફડાટ
New Update

સમગ્ર દેશ સહિત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક પીરવાર થઈ રહી છે અને સંક્રમણ દિનપ્રતિદિન બે કાબુ થઈ રહ્યું છે તો બીજી તરફ કોરોના મોતનું તાંડવ પણ કરી રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત નિપજ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડો.અભિનવ શર્માએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 13 દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે જો કે તેમનો ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે.

publive-image

ભરૂચમાં સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં પણ કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ ક્રિયામાં પુન: એકવાર વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ મૃત્યુઆંક ઘટ્યા બાદ ફરીથી મૃત્યુઆંકમાં વધારો થયો છે જેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.

#Bharuch #Bharuch News #Connect Gujarat News #bharuch corona death #Bharuch Civil Hospital #Corona Virus Bharuch
Here are a few more articles:
Read the Next Article