/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/25141807/maxresdefault-328.jpg)
પ્રેમ અને સદભાવનાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવનારા પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ પર્વની ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઇ હતી. શાંતા કલોઝ બની આવેલાં 108ની ટીમના સભ્યોએ દર્દીઓને બિસ્કીટ તેમજ ચોકલેટનું વિતરણ કર્યું હતું.
ખ્રિસ્તી સમાજના પરંપરાગત પર્વ નાતાલની 108 એમ્બયુલન્સની ટીમે ઉજવણી કરી હતી. અકસ્માત તથા અન્ય બનાવોમાં સતત કાર્યરત રહેતાં 108ની ટીમના સભ્યોએ નાતાલ પર્વની અનોખી રીતે ઉજવવાનું નકકી કર્યું હતું. 108ની ટીમના એક સભ્યએ શાંતા કલોઝની વેશભુષા ધારણ કરી હતી. શાંતા કલોઝ તથા ટીમના બીજા સભ્યો દરેક વોર્ડમાં ફર્યા હતાં અને સારવાર લઇ રહેલાં દર્દીઓ તથા તેમના સ્વજનોને બિસ્કીટ તેમજ ચોકલેટનું વિતરણ કર્યું હતું. નાતાલના પાવન અવસરે દર્દીઓ ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ખિલખિલાટ ટીમના સભ્યો પણ આ ઉજવણીમાં સામેલ થયાં હતાં.