ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો.

મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીના પ્લાન્ટમાં મિથેનોલના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા પળવારમાં આખા યુનિટમાં ફેલાઈ ગઈ હતી.આ આગની ઘટનામાં 15 કામદારો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાંબા સમયની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હાલ પણ પ્લાન્ટમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે જેથી ફરી આગ ભભૂકી ન ઉઠે.આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ગંભીર નોંધ લઈને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે.