ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે માટે પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગતરોજ ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકિય પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે નેત્રંગ બિરસા મુંડા ચોક નજીક ભવ્ય રોડ-શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રચાર કર્યો હતો. આ સાથે જ AAPના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડી લાવવા પણ તેઓએ લોકોને અપીલ કરી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170