હાંસોટ APMC ખાતે મળેલ સામાન્ય સભા માં આજરોજ તાલુકા પંચાયત હાંસોટ ના વાલનેર બેઠક ઉપરથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી ભાજપ ના ઉમેદવાર ને હરાવી જીતેલા સહકાર મંત્રી ઈશ્વરસીંહ પટેલ ના મોટાભાઈ વિજયસિંહ પટેલે પોતે Apmc ના ચેરમેન ના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યા છતાં આજની બેઠકમાં પોતાને બરતરફ કરવાના નિર્ણય ને બહાલી માટે મૂકતા વિજયસિંહ પટેલ અને ઇન્ચાર્જ ચેરમેન ભરતસિંહ ચૌહાણ વચ્ચે શાબ્દિક ચર્ચા ઉગ્ર બની હતી અને પોલીસ ના ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વિજયસિંહ પટેલે ભરતસિંહ ચૌહાણ ને ગાળો આપેલ અને આટલે થી મામલો ન અટકતા વિજયસિંહ પટેલે ભરતસિંહ ચૌહાણ ને જાન થી મારી નાંખવાની ઘમકી ઉપરાંત ત્રણ ચાર તમાચા ઠોકી દીઘા હતા મામલો વણસતા પોલીસ ને બોલાવવાની ફરજ પડી હતી. આ મામલે APMC ના ઈન્ચાર્જ ચેરમેન ભારતસિંહે હાંસોટ પોલીસ સ્ટેશનમાં APMC ના તમામ સદસ્યો સાથે પહોંચી વિજયસિંહ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હાંસોટ પોલીસે વિજયસિંહ પટેલ વિરુદ્ધ આઈ. પી. સી કલમ ૩૨૩/૫૦૪ તથા ૫૦૬(2) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: સહકાર મંત્રીના ભાઈએ APMC હાંસોટના ઈન્ચાર્જ ચેરમેનને જાનથી મારી નાંખવાની ઘમકી આપી
New Update