ભરૂચ : 45 વર્ષથી ઉમંરના વ્યક્તિઓને કોરોનાની વેકસીન મુકાવા કલેકટરની અપીલ

New Update
ભરૂચ : 45 વર્ષથી ઉમંરના વ્યક્તિઓને કોરોનાની વેકસીન મુકાવા કલેકટરની અપીલ

ભરૂચમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે કલેકટરે 45 વર્ષથી વધારે ઉમંરના તમામ લોકોને વેકસિનેશન કરાવી લેવા અપીલ કરી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 3,500ને પાર કરી ચુકી છે. જિલ્લામાંથી રોજના સરેરાશ 15 જેટલા કેસ આવી રહયાં છે તેમજ મૃત્યુ દરમાં પણ વધારો થયો છે. આવા સંજોગોમાં વહીવટીતંત્ર કોરોનાના સંક્રમણને રોકવા દોડધામ કરી રહયું છે. ભરૂચ જિલ્લામાં પણ રાજય સરકારની નવી ગાઇડલાઇન મુજબ રસીકરણ કરવામાં આવી રહયું છે હવેથી 45 વર્ષ કે તેથી વધારે ઉમંર ધરાવતાં લોકોને રસી મુકવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં લોકો રસી લઇ શકે તે માટે 265 જેટલાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાએ 45 વર્ષ કે તેથી વધુ ઉમંરના લોકોને રસી લેવા માટે અપીલ કરી છે..

Latest Stories